શુક્રવાર, 26 ફેબ્રુઆરી, 2016





















અમદાવાદ: 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 605 વર્ષની લાંબી મજલ ખેડીને આજે અમદાવાદ બન્યું છે.  મેટ્રો સિટી અને ગુજરાતનું હાર્દ અમદાવાદ આજે પણ એક વ્યક્તિનું ઋણી છે, કદાચ એ વ્યક્તિએ પોતાનું બલીદાન આપ્યું ન હોત, તો આજે અમદાવાદ જે ઉંચાઇ પર પહોંચ્યું છે, તે ઉંચાઇ પર પહોંચ્યું ન હોત અને કંગાળ હાલતમાં જીવતું હોત, તેવું અમદાવાદના નગર દેવી વિશેની એક દંતકથામાં વર્ણવવામાં આવ્યું છે. 

શહેરની સમૃધ્ધિ પાછળ છે નગરદેવીના આશીર્વાદ

ઈતિહાસકાર ડો. રિઝવાન કાદરીના જણાવ્યા અનુસાર' આ શહેરમાં માણસ રોજીરોટીની શોધમાં આવે છે અને અમદાવાદી થઈને રહે છે. ખાલી હાથે આવેલી વ્યક્તિ પોતાના પુરૂષાર્થ અને નસીબને જોરે આગળ વધે છે પણ તેની આ સફળતા પાછળ નગરદેવીના આશીર્વાદ પણ હોય છે. અમદાવાદની સમૃધ્ધિ સાથે જોડાયેલી છે એક સ્વરુપવાન દેવીની દંતકથા. એક મુસ્લિમ ચોકીદારે 600 વર્ષ પહેલા આ સ્વરૂપવાન દેવીને રોકયા ન હોત તો અમદાવાદ આજે પાયમાલ બની ચૂક્યુ હોત. 

'હું લક્ષ્મીદેવી છું અને આ શહેર છોડી દેવા માંગુ છું'

એક મધ્યરાત્રીએ ખુબ સ્વરૂપવાન દેવી ભદ્રના કિલ્લાના દરવાજા પાસે આવી, અને તેમણે ચોકીદારને દરવાજો ખોલી આપવા જણાવ્યુ. ચોકીદારે નમ્રભાવે પૂછ્યું કે, 'દેવી આપ કોણ છો?' ચોકીદારને ઉત્તર આપતા અતિ સ્વરૂપવાન દેવીએ કહ્યું કે, 'હું લક્ષ્મીદેવી છું અને આ શહેર છોડી દેવા માંગુ છુ'. હોંશિયાર ચોકીદારે લક્ષ્મીજીને કહ્યું, 'દેવી હું બાદશાહની પરવાનગી વગર તમને ના જવા દઈ શકુ, આથી હું બાદશાહની પરવાન લઈને આવું છું અને જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તમે અહીંથી જતાં નહીં'

મધરાતનો સમય હતો ચોકીદારે બાદશાહને ઊંઘમાંથી જગાડ્યા અને નગરદેવીના જવા અંગે જાણ કરી. બાદશાહે મનોમન વિચાર્યું કે, 'જો લક્ષ્મીજી અહીંથી ચાલ્યા જશે તો આ શહેર પાયમાલ થઈ જશે'. બાદશાહે ચોકીદારનું બલિદાન માંગતા તેનું શિરચ્છેદ કરી દીધું, બીજી લક્ષ્મીજી ચોકીદારની રાહ જોતાં ત્યાં જ રોકાઈ ગયા. ત્યારથી આ શહેરમાં લક્ષ્મીજીનો વાસ રહ્યો છે. 

આગળ વાંચો...આજનું અમદાવાદ સોલંકી કાળમાં કર્ણાવતી, મોગલ કાળમાં અહમદાબાદ અને આશા ભીલના રાજમાં આશવલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો