અદભૂત મહાત્મ્ય અને દર્શન માત્રથી
ઈચ્છાપૂર્ણ કરતા, આ છે : શામળિયા ભગવાન
ગુજરાતીઓ ભેગા
મળે ત્યારે વાત વાતમાં ‘રાજા હરિશ્ચન્દ્રનો અવતાર’ એવો શબ્દ પ્રયોગ કરે છે. પરંતુ રાજા
હરિશ્ચન્દ્રની નગરી વિશે તેઓ પાસે આછું પાતળુંયે જ્ઞાન કદાચ નહીં હોય…! હરિશ્ચન્દ્રની પ્રાચીન નગરી, આજે લોકો શામળાજી તરીકે ઓળખે છે, જેને લોકો ગદાધારપૂરી તરીકે પણ ઓળખાવે છે.
શામળાજીના મંદિરને કારણે વૈષ્ણવોમાં આ નગરી દ્વારિકાથી કંઈ ઓછું મહત્વ ધરાવતી નથી.
શામળાજી ખુદ બિરાજમાન છે. તેઓના અનેક પરચા પણ થયેલ છે. સાંળગપુર હનુમાનને પ્રાગટ્ય
કરનાર સ્વામી ગોપાલાનંદજી તેમની પાસે જતાં નાગધરામાં તેમની પાદુકા પડી ગઈ હતી.
વૈષ્ણવો માટે એક તીર્થસ્થાન જેવું શામળાજી તેના ભવ્ય મંદિરને કારણે ભક્તોમાં
આકર્ષણ જન્માવે છે. મંદિરના પ્રવેશદ્વાર પાસે પૂરા કદની બે હાથીઓની પ્રતિમા છે.
મંદિરની અંદર-બહાર દીવાલ પર હાથીઓ ચીતરેલા છે. રામાયણ-મહાભારતના દ્રશ્યો ચીતરેલાં
છે.
આજે
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જાણો કૃષ્ણના આ પ્રાચીન ધામ વિશેની ખાસ બાબતો.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો